તમારા જીવનમાં વરસો ઉમેરવાની વાત મોટી નથી પણ તમારાં વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.
ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.
સમજતો હતો કે દુ:ખ મને જ છે, પરંતુ દુ:ખ તો આખી દુનિયાને છે. જ્યારે ઊંચે ચઢીને મેં જોયું ત્યારે મને લાગ્યું કે આગ તો દરેક ઘરમાં સળગી રહી છે.
ખ્યાતિ નદીની જેમ ઉદ્દગમ સ્થાન પર ખૂબ જ સાંકડી અને ખૂબ જ દૂરના સ્થાન પર અતિ વિશાળ હોય છે.
પોતે કરેલા કામમાં કોઈ દોષ શોધી ન શકે, એવી અપેક્ષા રાખનાર વ્યક્તિ કોઈ કાર્ય કરી ન શકે.
સારા માણસો મજાકમાં જે બોલે છે, તે પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે, પણ ખરાબ માણસ સોગંધ ખાઈને જે બોલે છે તે પાણીમાં લખેલા અક્ષર સમાન છે.
જૂઠ બોલવું એ તલવારના ઘા જેવું છે, ઘા તો રુઝાઈ જાય છે, પરંતુ તેની નિશાની કાયમ માટે રહી જાય છે
ખરેખર મહાન માણસ તે છે, જે કોઈના પર સવાર થતો નથી અને જેના પર કોઈ સવાર થઈ શકતું નથી.
નમ્રતા એ સહુથી શ્રેષ્ઠ ગુણ છે. નમ્રતા બધું જ કરી શકે. એની અસર તાત્કાલિક બીજાઓ પર પડે છે